સારું વળતર આપતી હોય અને સારો નફો કમાતી હોય તેવી કંપનીમાં રોકાણ કરવાનું દરેક રોકાણકાર વિચારતો હોય છે. ટેસ્લા, અમેઝોન, નેટફલ્કિસ જેવી કંપનીઓમાં તમને રોકાણ કરવાનું મન થાય, પરંતુ આ કંપનીઓ ભારતીય શેરબજારમાં લિસ્ટેડ નથી. જો તમારે અમેરિકાના શેરબજારમાં રોકાણ કરવું હોય તો કેવી રીતે કરશો? શું ઇન્વેસ્ટમેન્ટ માટે આ યોગ્ય સમય છે? તો અમેરિકાના શેરબજાર વિશે એક્સપર્ટ્સ પાસેથી જાણો.
અમેરિકન શેરબજાર દુનિયાનું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ છે. અમેરિકનમાં બે મોટા સ્ટોક એક્સચેન્જ આવેલા છે. ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ અને નાસ્ડેક. આ બંને સ્ટોક માર્કેટમાં એમેઝોન, ટેસ્લા, માઇક્રો સોફટ ગૂગલ જેવી વિશ્વની સૌથી મોટી કંપનીઓના શેર લિસ્ટેડ છે. અમેરિકન બજાર સાથે જોડાયેલા ઇન્ડેક્સ જેવા કે S AND P 500, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીઅલ એવરેજ, નાસ્ડેક કંપોઝીટ ઇન્ડેકસનો ઉપયોગ રોકાણકારો અમેરિકા અને વિશ્વની અર્થવ્યવસ્થા સમજવા માટે કરતા હોય છે. સાથે જ દુનિયાના બજારો પર પણ એની દિશાની મોટી અસર પડતી હોય છે.
રોકાણકારો હંમેશાં જોખમ ઓછું કરવા માટે પોતાના પોર્ટ પોર્ટફોલિયોમાં જુદા જુદા સેકટર અને જુદા જુદા સ્ટોકસમાં રોકાણ રાખતા હોય છે. બીજા દેશોની કંપનીઓ પણ જુદા જુદા કારણોસર પોતાની કંપનીનું લિસ્ટીંગ અમેરિકન બજારમાં કરાવતી હોય છે.
આગલા વર્ષોમાં ભારતીય શેરબજારની સરખામણી અમેરિકન શેરબજારમાં ઓછી વધઘટ જોવા મળી. ઘણી વખત રિટર્નના મામલામાં અમેરિકન શેરબજારે ભારતીય શેરબજાર કરતા સારું પ્રદર્શન બતાવ્યું છે. ડોલરની સામે રૂપિયો નબળો પડવાને કારણે પણ રોકાણકારોને ફાયદો મળી શકે છે.
અમેરિકા સ્ટાર્ટઅપ હબ હોવાને કારણે સારી ક્ષમતાવાળી કંપનીઓમાં શરૂઆતમાં રોકાણની તક મળે છે. તેવી જ રીતે ઘણી મોટી કંપનીઓની ભારત અથવા અન્ય બજારોમાં પેટા કંપની લિસ્ટેડ હોય છે. જ્યારે મોટાભાગની કંપનીઓ સીધા અમેરિકન માર્કેટમાં રોકાણ કરીને આવી કંપનીઓમાં સરળતાથી રોકાણ કરી શકે છે.
અમેરિકન બજારમાં રોકાણ કરવાના બે રસ્તા છે.
પહેલો રસ્તો સીધા રોકાણનો છે.
એમાં રોકાણકાર ભારતીય શેરબજારની જેમ બ્રોકરની સાથે રજિસ્ટ્રેશન કરાવીને સ્ટોક્સની ખરીદી કરી કે વેચાણ કરી શકે છે. આજે તો ભારતીય બ્રોકરેજ કંપનીઓ પણ અમેરિકન બ્રોકરેજ હાઉસ સાથે કરાર કરે રોકાણકારોને સરળતાથી રોકાણ કરવાની સુવિધા આપે છે. ભારતીય રોકાણકાર પેન કાર્ડ, રેશિડન્શીયલ પ્રૂફની સાથે અમેરિકન બ્રોકરેજ હાઉસ સાથે બજારમાં ધંધો કરવા રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
રોકાણનો બીજો રસ્તો છે મ્યુચ્યુઅલ ફંડ.
ભારતમાં અનેક મ્યુચ્યુઅલ ફંડ અમેરિકન બજાર આધારિત ફંડ ચલાવે છે. એવા ફંડ અથવા તો સીધા અમેરિકન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ શેરોમાં રોકાણ કરે છે અથવા તો એવા બજારો સાથે સંકળાયેલા બીજા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. આ પ્રક્રિયામાં કોઇ અલગ રીતનું રજિસ્ટ્રેશન કે બજારની ઉંડી સમજ હોવી જરૂરી નથી.
અમેરિકન બજારમાં રોકાણ કરવા માટે ભારતીય ચલણને ડોલરમાં કન્વર્ટ કરવું પડે છે. ફોરેન એક્સચેન્જ સંબધિત ગતિવિધિ હોવાને કારણે અહીં RBIના લિબરલાઇઝડ રેમિટેંસ સ્કીમના નિયમોનું પાલન કરવું પડે છે. નિયમો મુજબ કોઇ વ્યકિત વિશેષ પરવાનગી વગર એક નાણાંકીય વર્ષમાં 2 લાખ 50 હજાર ડોલર એટલે રૂપિયામાં વાત કરીએ તો 1 કરોડ 80 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે.
કોઇ પણ બજારમાં રોકાણ પર બનાવેલા પૈસા પર ભારત સરકાર ટેકસ લગાવે છે. નિયમો અનુસાર સમયગાળા મુજબ શોર્ટ અથલા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેકસ લગાવવામાં આવી શકે છે. જો કે ડિવિડન્ડ પર ટેકસ યુ.એસ, સરકાર લગાવતી નથી.
અમેરિકા અથવા અન્ય વિદેશી બજારોમાં રોકાણ કરતા પહેલાં ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી ફી અને ચાર્જ સમજવો જરૂરી છે. રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાથી લઇને મ્યુ. ફંડ દ્રારા ચાર્જ કરવામાં આવી એકસ્ટ્રા ફી કમાણી પર અસર કરી શકે છે. બ્રોકરેજ કંપનીઓ પણ સ્પેશિયલ રેટ પર બ્રોકરેજ ચાર્જ કરતી હોય છે. એવામાં શોર્ટ ટર્મ માટે અને વધારે જાણકારી વગર રોકાણ ન કરવું જોઇએ. લોંગ ટર્મ માટે રોકાણ કરો તો સારૂં વળતર મળી શકે છે.
0 Comments