Subscribe Us

Mutual Fundમાં 10,000ના દર મહિને રોકાણના 1.30 કરોડ બની ગયા

 Mutual Fundમાં 10,000ના દર મહિને રોકાણના 1.30 કરોડ બની ગયા


આપણાં વડવાંઓ હમેંશા સલાહ આપતા કે ટીપે ટીપે ઘડો ભરાઇ જાય. મતલબ કે જો તમે નિયમોની સાથે જમા કરો તો મોટું લક્ષ્ય પણ સરળતાથી હાંસલ કરી શકાય અને આવું કરવામાં  MUTUAL FUNDમાં કરેલું રોકાણ તમારા માટે મદદરૂપ સાબિત થઇ શકે. MUTAUL FUNDમાં SYSTMETIC INVESTMENT PLAN(SIP)ના માધ્યમથી નિયમિત કરવામાં આવેલું રોકાણ મોટી રકમ ભેગી કરી આપે છે. રિર્ટનની વાત કરીએ તો ICICI પ્રુડેંશિયલ મલ્ટી અસેટ ફંડે આવું કરીને બતાવ્યું છે.



આ ફંડમાં જે રોકાણકારે 10,000 રૂપિયાના હિસાબે રોકાણ કર્યું હતું તેમને 18 વર્ષમાં રૂપિયા 1.30 કરોડ રૂપિયા બની ચુક્યા છે. હકિકતમાં આ ફંડે એક વર્ષમાં 61.6 ટકાનું વળતર આપ્યું છે. તો બીજી તરફ HDFC મલ્ટી અસેટ ફંડમાં 55 ટકા, AXIS ટ્રિપલ એડવેન્ટેજ ફંડમાં 53 ટકાનું વળતર મળ્યું છે.સામાન્ય ભાષામાં સમજીએ તો જે રોકાણકારે MUTUAL FUNDમાં દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 18 વર્ષે તેના કુલ 21 લાખ 60 હજાર રૂપિયા ભેગા થાય.

વાસ્તવમાં MUTUAL FUNDમાં કરવામાં આવેલા રોકાણનો 10થી 80 ટકા હિસ્સો ઇકવિટી માર્કેટમાં રોકાણ કરવામાં આવે છે. આવા અસેટ ફંડોની ખાસ વાત એ છે કે ફંડમાં જે નાણાં ભેગા થયેલા હોય તેને જુદા જુદા અસેટ કલાસમાં વ્હેંચવામાં આવે છે જેથી રોકાણકારોને સારૂં વળતર મળી શકે. SIP કેટેગરીની વાત કરીએ તો ICICI પ્રુંડેશિયલ આ સેગમેન્ટમાં રિર્ટન આપવા વાળું ટોપ ફંડ બન્યું છે. 18 વર્ષમાં 21. 60 લાખના રોકાણના 1.30 કરોડ જેટલી રકમ રોકાણકારોને મળી શકી છે. એમાં પણ 35 લાખનું રિર્ટન તો ત્યારે જ મળી જાય જયારે  તમે ફંડ બંધ કરવાનું વિચારો છો. પરંતું જો તમે એમાં આગળ વધો છો તો તમારી રકમ વધતી જાય છે.



આવા ફંડોમાં કરેલાં રોકાણને  ફંડ મેનેજર બજારના રૂખના હિસાબે બદલતા હોય છે. ધારો કે ઇકવિટી માર્કેટમાં નેગેટીવ રિટર્ન મળી રહ્યું છે તો એ ફંડને સ્વિચ કરીને બીજા સેકટરમાં ફેરવી દેવામાં આવે છે જેથી રોકાણકારોને નુકશાન ઓછું થાય. હાલના સમયની વાત કરીએ તો ઇકવિટી માર્કેટમાં અત્યારે તેજીને કારણે વળતર સારું મળી રહ્યું છે. SIPના હિસાબે તમારા રોકાણની અવધિ જેટલી લાંબી હશે તેટલું વળતર વધારે મળી શકે છે.

Post a Comment

0 Comments